ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે? પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
ધોરણ 10 એ વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વનું પગથિયું છે. ધોરણ 10 બાદ વિદ્યાર્થી પોતાની પરિણામના આધારે તેને જેમાં રસ રુચિ હોય તે પ્રવાહમાં પ્રવેશ મેળવે છે. વિદ્યાર્થી ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની રાહ જોતા જ હોય છે. તેના આધારે જ તેને આગળ કયા પ્રવાહમાં જવું છે કે નક્કી થાય છે.
અહીં આપણે ધોરણ 10 નું પરિણામ ક્યારે જાહેર થશે તે બાબતની ચર્ચા કરીશું. હમણાં હજુ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. તેના થોડા સમય બાદ જ ધોરણ 10 નું પરિણામ જાહેર થવાની પ્રબળ શક્યતાઓ છે.
ધોરણ 10 પરિણામ 2023 બાબત મહત્વપૂર્ણ સમાચાર
ધોરણ 10 પરિણામ બાબત મહત્વપૂર્ણ સમાચાર (GSEB SSC Result 2023 News): હમણાં ટૂંક સમય પહેલા જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (SSC-HSC) ની પરીક્ષાઓ લેવાઈ હતી. જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડ એ તૈયારી આરંભી દીધી છે. મળતા સમાચાર મુજબ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
તાજેતરમાં આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હવે ટૂંક સમયમાં જ ધોરણ 10 ના પરિણામ ની છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે હવે વધારે સમય રાહ જોવી પડશે નહીં. અત્યારે માર્કસની ઓનલાઈન ડેટા એન્ટ્રી ચાલી રહી છે.
⤵️ધોરણ 10 પરિણામ 2023⤵️
પોસ્ટનું નામ: ધોરણ 10 પરિણામ બાબત
બોર્ડનું નામ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા: 118696
પરિણામનું નામ: GSEB SSC RESULT 2023
પરિણામની તારીખ: જૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટ: www.gseb.org
ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે?
ધોરણ 10 પરિણામ 2023: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર થઈ ચૂક્યું છે. જે તારીખ: 2/05/2023 ના રોજ જાહેર કરેલ હતું. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અંતિમ તબક્કામાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે ધોરણ 10 નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી સંભાવના છે.
ધોરણ 10 ની પરીક્ષા કેટલા વિદ્યાર્થીઓએ આપી?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 27 માર્ચ 2023 ના રોજ પરીક્ષામાં ધોરણ 10 ના પ્રથમ સેશનમાં ગુજરાતી દ્વિતીય ભાષા વિષયમાં કુલ 118696 વિદ્યાર્થીઓ પૈકી કુલ 117512 પરીક્ષાર્થી હાજર રહ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 14 મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થયો હતો. ધોરણ 10 ની પરીક્ષા 28 માર્ચ સુધી યોજાઇ હતી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29 માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઇ હતી.
SSC પરિણામ 2023 ક્યારે જાહેર થશે?
ધોરણ 10 નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.