Tet tat bharti news

By | 07/06/2024

પ્રાથમિકથી ઉ.માધ્યમિક વિભાગમાં શિક્ષકોની કાયમી ભરતી માટે તજવીજ

અગાઉના તત્કાલીન શિક્ષણ મંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ૨૭૫૦ જેટલી જગ્યામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા નિયામક કચેરીને મંજુરી અપાઈ હતી

લોકભાષા-આણંદપર:

રાજયની શાળાઓમાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી થવાના ઉજળા સંજોગો સર્જાયા છે. ગત વર્ષે હાલના શિક્ષણમંત્રીએ, જૂન માસમાં કાયમી શિક્ષકોની ભરતી આવશે તેવું નિવેદન આપ્યું હતું.

શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ભરતી પ્રક્રિયામાં નિયમો પણ ફેરફાર સાથે માત્ર ટેટ-ટાટ ને પ્રાધાન્ય અપાઈ શકે छे.

કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણા વિભાગ તેમજ ઉચ્ચકક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ જણાય

છે. ભરતી પ્રક્રિયામાં મેરીટમાં માત્ર ટેટ- ટાટ ના જ માર્કસને ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે.

અલબત્ત આ બાબતે કોઈ સત્તાવાર નિર્ણય હજુ બહાર પાડવામાં આવેલ નથી

શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષે સૌ પ્રથમ વખત શિક્ષક અભિરૂચી કસોટીના માળખામાં ફેરફાર કરી પ્રથમ વખત દ્વિ-સ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો હતો. ટાટ-૧ અને ૨ આ બંન્ને પરીક્ષા દ્વિ- સ્તરીય પદ્ધતિ જ લેવામાં આવી હતી.

જ્ઞાન સહાયક યોજનાના લીધે શિક્ષણ આલમમા એવી ચર્ચા ઉઠી છે કે, સરકાર હવે આગામી સમય માં કાયમી શિક્ષકાની ભરતી કરશે કે કેમ?

આ મુદ્દે સરકારમાં પણ વખતો વખત રજૂઆતો પહોચી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉના તત્કાલીન શિક્ષણમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ૨૭૫૦ જેટલી જગ્યામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની નિયામક કચેરીને મંજુરી અપાઈ હતી પ્રાથમિક વિભાગમાં મંજુરી અપાઈ છે, પરંતુ હજુ સુધી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતીને લઈ માંગ ઉઠી છે.

શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિકની સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

👉ટેટ ટાટ ભરતી માટેનું ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લીક કરો 

 

🌸⭐🌸⭐🌸⭐🌸⭐🌸⭐🌸⭐🌸⭐🌸⭐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *